Saturday, July 19, 2025

મોરબીમાં બીજાની પત્ની સાથે લગ્ન કરવા પતિની હત્યા નિપજાવનાર શખ્સને આજીવન કેદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં રહેતા યુવકની પત્ની આરોપીને પસંદ જેથી તેની પત્ની સાથે લગ્ન કરવાનું કહેતા યુવકે ઈન્કાર કરતા એક શખ્સે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી જેથી આ બનાવ અંગે મોરબી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 2 લાખનો દંડ ભરવા હુકમ કરી દંડની આ રકમ મૃતકના વાલી વારસાને કમ્પૅસેશન રૂપે ચૂકવવા હુકમ કર્યો હતો. 

આ કેસની વિગત મુજબ ગત તા.૧૫-૧૦-૨૦૨૩ ના રોજ મોરબીના લીલપર રોડ ઉપર સ્મશાન પાસે રહેતા ઇમરાન ઉમરશા શાહમદાર નામના યુવકે આરોપી સરફરાઝ ફિરોજભાઈ શાહમદાર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે મકરાણીવાસમાં રહેતા ફિરોજનો દીકરો સરફરાજ અવારનવાર ઘરે આવી ફરિયાદીના નાના ભાઈ ઇમરાનને કહેતો હતો કે તરી પત્ની સાહીદા ગમે છે મારે તેની સાથે લગ્ન કરવા છે જેથી તું સાહીદા સાથે સંબંધ છોડી દે જેથી ફરિયાદીએ તેના નાના ભાઈને આશ્વાસન આપ્યું હતું બાદમાં રાત્રીના સાડા બારેક વાગ્યે સરફરાજે નાના ભાઈ ઇમરાન પર છરી વડે આડેધડ છરીના ઘા ઝીકતો હતો અને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી આરોપી નાસી ગયો હતો જેથી બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

જે કેસ બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો ઉપરાંત ૦૯ મૌખિક અને ૨૬ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી સરફરાઝ ફિરોજભાઈ શાહમદારને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફ્ટકારવાની સાથે રૂપિયા ૨ લાખનો દંડ ફટકારી દંડની રકમ મૃતકના વાલી વારસોને કમ્પૅશેસન તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર