મોરબી: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવકનું બીમારીના કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતભાઇ દિલીપભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે.માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબી-૨ વાળાને બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ સિવિલ હોસ્પિટલ આવતા રસ્તામા ભરતભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.
