મોરબીમાં ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ ટી.બી. ફોરમ કમીટીની બેઠક યોજાઈ
મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ટી.બી. ફોરમ કમીટીની બેઠક યોજાઈ હતી. આ મીટીંગમાં ટીબી કાર્યક્રમ અંતર્ગત આવતા તમામ ઈન્ડીંકેટરની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત પ્રીઝમટીવ ટી.બી. કેસ તથા ટી.બી. નોટીફીકેશનની તાલુકાવાઈઝ થયેલ કામગીરી ચર્ચા કરવામાં આવી હતી. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ લાભાર્થીઓને સમયસર લાભ મળે તે સુનીશ્રીત કરવા સુચના આપવામાં આવી હતી.
ટી.બી.ના દર્દીઓની સારવાર સફળતા પૂર્વક પૂર્ણ થયેલ તે માટેનો સફળતા દર તથા મોરબી જિલ્લાના મૃત્યુ દર વિષે વિસ્તૃત ચર્ચા કરી વર્ષ ૨૦૨૨ થી વર્ષ ૨૦૨૫ સુધી સફળતા દર તથા થયેલ મૃત્યુ દર અંગેની તુલના પણ કરવામાં આવી જેમાં ટી,બી, થી થતા મૃત્યુદરને હજુ ઘટાડવા માટેના પગલા અંગેની કામગીરી હજુ સુદ્રઢ્ય રીતે કરવા જણાવવામાં આવ્યું હતું.
નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર તરફથી દરેક ટીબીના નોંધાયેલ દર્દીને સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર માસે રૂ ૧૦૦૦/- ની સહાય તેમના બેંક ખાતા માં ડાયરેક્ટ DBT મારફત ચૂકવી આપવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં જાન્યુઆરી થી જૂન-૨૦૨૫ માં બેંક ખાતા ધરાવતા કુલ ૬૬૦ લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભ આપવામાં આવ્યો છે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી મુક્ત પંચાયત બનાવવા માટે તમામ કર્મચારી અધિકારી દ્વારા સહિયારા પ્રયાસ કરી સરકારનું ટીબી મુક્ત ભારત સ્વપ્ન સાકાર કરવા યોગ્ય પગલા લેવા કલેક્ટરએ સુચના આપી હતી.
આ તકે જિલ્લા ક્ષય અધિકારી દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત હાલ સુધી થયેલ તમામ કામગીરી વિષે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આ કમીટી મીટીંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયા, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારી દિશા યુનિટ તથા નવજીવન, અનમોલ તથા સમગ્ર પ્રોજેક્ટ મોરબીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.