Sunday, May 11, 2025

મોરબીમાં કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપી ત્રણ શખ્સોએ રૂ. 9.51 લાખની છેતરપીંડી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં અનેક ફ્રોડના કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ છતાં લોકો અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી પોતાની કમાણીના રૂપીયાનો બગાડ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફ્રોડનો વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમા ત્રણ શખ્સોએ યુવક તથા સાહેદોને મારૂતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપી યુવક તથા સાહેદો પાસેથી પોતાના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેકસન દ્વારા યુવક તથા સાહેદો પાસેથી બધાના ગાડીના ડાઉન પેમેન્ટ કુલ કિં. રૂ.9,51,000 મેળવી ખોટો દસ્તાવેજ ઉભો કરી સાહેદોને કાર નહી આપી છેતરપીંડી કરી હોવાથી યુવક ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા જયદીપભાઈ જીવરાજભાઈ ડાભી (ઉ.વ.૨૮) એ આરોપી SBI BANK A/C NO.0000 0043101573296 ના ધારક મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા તથા (૨) CENTRAL BANK OF INDIA A/C NO.1612309642 ના ધારક નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા તથા (૩) SBI BANK A/C NO.41575640305 ના ધારાક મયુરસિંહ કરણસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને તથા સાહેદોને મારૂતી સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસે તથા સાહેદો પાસે આરોપીઓએ પોતાના એકાઉન્ટમા ઓનલાઇન ટ્રાન્જેસન દ્રારા ફરીયાદી પાસે ગાડીના ડાઉન પેમેન્ટના કુલ રૂ.૧,૬૧,૦૦૦/- તથા સાહેદ મહેશભાઇ પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્સન દ્રારા ઉપરોક્ત આરોપીઓના એકાઉન્ટમા કુલ રૂ.૩,૯૫,૦૦૦/- તથા સાહેદ રવીભાઇન મેરના કુલ રૂ. ૩,૯૫, ૦૦૦/- એમ બધાના કુલ રૂ. ૯,૫૧,૦૦૦/- આરોપીઓએ પોતાના એકાઉન્ટમા મેળવી લઇ સાહેદોને કોઇ પણ ઇલેક્ટ્રોનીક ડીવાઇઝ મારફતે કીરણ મોટર્સમા ડાઉનપેમેન્ટ ભર્યા અંગેની પહોચ તથા સહી સીક્કો કરેલ ખોટી પોહચ બનાવી સાહેદોને વોટસેપમા મોકલી ખોટો દસ્તાવેજ ઉભો કરી આરોપીઓ એ પોતાના એકાઉન્ટમા રૂપીયા લઇ ફરીયાદી તથા સાહેદોને કાર નહી આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર