મોરબીમાં કોરોના કાળમાં ભણાવવા જેવા નાના કારણોના લીધે વર્ષોથી અટકેલા ઈજાફા DEO દ્વારા મંજુર કરાતા શિક્ષકોમાં હર્ષોલ્લાસ
મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાની પ્રામાણિક અને પારદર્શક કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન
મોરબી જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ કોરાના કારણે અન અધ્યયન હતી પણ વિદ્યાર્થીઓ ભણાવેલું ભૂલી ન જાય એ માટે કેટલાક ઉત્સાહી શિક્ષકો કોરોના કાળમાં ભણાવવા જેવી ભૂલ તેમજ કેઝ્યુઅલ રીપોર્ટ ન રાખવા જેવા ક્ષુલ્લક કારણોથી કેટલાય શિક્ષકોના તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઈન્ક્રીમેન્ટ ઈઝાફા અટકાવવામાં આવ્યા હતા,એ બધા શિક્ષકોને વર્ષોથી આર્થિક નુકશાન થતું હતું, અટકેલા ઈન્ક્રીમેન્ટના કારણે શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ પણ મંજુર થતા ન હતા એના કારણે પણ શિક્ષકોને ઘણો બધો આર્થિક લોસ જતો હતો.
પ્રાથમિક શિક્ષકોને થયેલ સજા માફ કરવા માટેની ટ્રીબ્યુનલ માટે જિલ્લા શિક્ષણાધિકારી પાસે જવું પડતું હોય છે, મોરબીના કેટલાય શિક્ષકોના વર્ષોથી પેન્શન અને ઉચ્ચત્તર પગાર ધોરણના મળતા લાભો ફટાફટ મંજુર કરવા માટે જાણીતા જિલ્લા શિક્ષણાધિકારીને શિક્ષકોના આ પ્રાણ પ્રશ્નો ધ્યાને આવ્યા,એમણે નિયમાનુસાર વહીવટી પ્રક્રિયા આરંભી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-કચ્છના પ્રચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારી -મોરબીની બેવડી જવાબદારી, અનેક કામગીરીઓ વચ્ચે શિક્ષકોની તમામ ફાઈલનો રજાના દિવસોમાં ઝીણવટ પૂર્વક અભ્યાસ કરી ટ્રીબ્યુનલની બેઠક બોલાવી કેટલાય શિક્ષકોના સાવ ક્ષુલ્લક કારણોથી અટકેલા આર્થિક લાભો પુન:મંજુર કરતા શિક્ષકોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો વર્ષો બાદ શિક્ષકોને ઉચિત ન્યાય મળતા જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
આ યુગમાં માની ન શકાય એવી પ્રામાણિક અને પારદર્શક કામગીરી કરનાર જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાનું કેજી થી પીજી સુધી ચાલતા સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા અને કિરણભાઈ કાચરોલાએ પુસ્તક અને સાલ ઓઢાડી સન્માન કર્યું આ પ્રસંગે મહાસંઘના અધ્યક્ષે જણાવ્યું હતું કે આવા પ્રામાણિક કર્તવ્યનિષ્ઠ, પોતાની ફરજ પ્રત્યે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ અધિકારીઓની શૈક્ષિક મહાસંઘ હમેંશા પીઠ થાબડે છે,જેથી અધિકારીઓનું મનોબળ મજબૂત થાય છે.
આ કામગીરીમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાની મહેનતને શૈક્ષિક મહાસંઘે બિરદાવી હતી અને એજ્યુકેશન ઇન્સપેકટર અને પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ પણ સંપૂર્ણ સહયોગ આપવા બદલ એમનું પણ મહાસંઘ દ્વારા આભાર પ્રકટ કરવામાં આવેલ છે.