મોરબીમાં ધાડના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો ઈસમ જેતપુરથી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ પાડવાની કોશિશના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમનેશસંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધાડની કોશિશના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મુકેશ દલસિંહ અમલીયાર રહે. વાઘાટી ફુટતાલાબ તા.ઉદયગઢ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો હાલે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગલોલ ગામ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપીને રાજકોટના જેતપુર તાલુકાના રેશમડી ગલોલ ગામ દિનેશભાઇ અરજનભાઇની વાડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.