Tuesday, October 22, 2024

મોરબીમાં દંપતી પર એક શખ્સનો હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા મહિલાના આરોપી સાથે અગાઉ લગ્ન થઈ ગયેલ હોય અને પછી છુટાછેડા આપી દીધેલ હોય અને મહિલાએ કુલદિપ સાથે લગ્ન કરી લીધા હોય જેનો ખાર રાખી એક શખ્સે કુવાડી જેવા હથીયાર સાથે દંપતી પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર સત્યમ્ પાર્ક સોસાયટી શેરી નં -૧મા રહેતા ભારતીબેન કુલદિપભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) એ આરોપી મહેશભાઈ તુલસીભાઈ પરમાર રહે. પ્રેમજીનગર પાણીના અવાળા વારી તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીના આરોપી સાથે અગાઉ લગ્ન થયેલ હોય અને જેમા ફરીયાદિએ કોર્ટ દ્વારા છુટાછેડા લઇ લીધેલ હોય અને ફરીયાદિએ કુલદીપ સાથે લગ્ન કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપી કુવાડી જેવા હથીયાર લઈ ફરીયાદિના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીને તથા સાહેદોને ગાળો આપી ઘરમાં તોડફોડ કરી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર ભારતીબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આઇપીસી કલમ -૪૪૭,૪૨૭, ૫૦૬(૨),૫૦૪,૧૧૪ તથા જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર