મોરબી: મોરબી તાલુકા તથા શહેરમાં આધાર કાર્ડમાં સુધારા વધારે બાબતે પ્રાઈવેટ એજન્સીઓમા મનફાવે તેવી ફિ લઈને લુટે છે જેથી અરજદારોને આર્થિક નુકસા થતુ હોવાથી પ્રાઈવેટ સેન્ટરો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા મોરબી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.
મોરબી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિલન ડી. સોરીયાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકા અને શેહરમાં જુદી જુદી જગ્યાએ આધારકાર્ડમાં સુધારા વધારા માટે પ્રાઇવેટ સેન્ટર ચાલે છે તેમાં સરકારના નીતિ નિયમ વિરુદ્ધ અરજદાર પાસેથી મન ફાવે તેવી ફ્રી લેવામાં આવે છે. તેમજ સરકારના નિયમ મુજબ 100 રૂપિયા છે. તો મોરબી જિલ્લામાં પ્રાઇવેટ એજન્સીઓ મન ફાવે તેવી ફી લઈને લુટે છે આથી અરજદારને આર્થિક નુકસાન થતુ હોવાથી કલેક્ટરને પ્રાઈવેટ એજન્સીઓ વિરુદ્ધ યોગ્ય પગલા ભરવા રજુઆત.
