મોરબીમાં ફરીયાદનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાંખવાની ધમકી
મોરબીના કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં યુવકના ઘર નજીક યુવકે આરોપીના પીતાજી વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો આપી યુવકના ઘરમાં ફટાકડા નાખી ભય ફેલાવ્યો હોવાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં રહેતા જયભાઈ પ્રવીણભાઈ અંબાણી (ઉ.વ.૩૨) એ આરોપી માધવ દિનેશભાઇ મકવાણા રહે. કંડલા બાયપાસ ધર્મ સૃષ્ટિ સોસાયટી તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી એ આરોપી માધવના પિતાજી વીરુધ્ધ પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરેલ હોય તેનો ખાર રાખી ફરીયાદીનો પીછો કરી ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ અજાણ્યા આરોપીઓ એ ફરીયાદીના ઘરમા ફટાકડા નાખી ભય ફેલાવ્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.