મોરબીમાં જુદી-જુદી જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં
મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય ત્યારે પ્રથમ રેઇડ દરમ્યાન મોરબીના વીસીપરા સ્મશાન રોડ પર રાજ બેકરી સામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ચેતનભાઇ તુલશીભાઇ હળવદીયા (ઉ.વ.૨૦) રહે મોરબી અમરેલી રોડ ભવાનીનગર, સાગરભાઇ ચતુરભાઇ દાવોદરા (ઉ.વ.૪૦) રહે. મોરબી વીશીપરા ગુલાબનગર, અશ્વીનભાઇ કીશનભાઇ હળવદીયા (ઉ.વ.૧૯) રહે. મોરબી અમરેલી રોડ ભવાની નગરવાળાને રોકડ રૂપિયા ૧૨૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે આવેલ માનવંતી ઇલેક્ટ્રિક દુકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો મયુરભાઇ ભરતભાઇ રંગપરા (ઉ.વ.૨૦) રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી, તથા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયા (ઉ.વ-૩૦) રહે. ત્રાજપર અવેળાની બાજુમાં મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
જ્યારે ત્રીજી રેઇડ ત્રાજપર મેઇન શેરીમાં કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે સુનીલભાઇ અવચરભાઇ બારૈયા (ઉ.વ.૨૫) રહે. ત્રાજપર અવેળાની પાછળ, તથા રમેશભાઇ ઉર્ફે ધારો ગોપાલભાઇ ટીડાણી (ઉવ.૨૧) રહે. ત્રાજપર એસ્સારપંપ પાછળના ભાગે મોરબીવાળાને રોકડ રૂપિયા ૭૨૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી. તમાંમ આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.