મોરબીમાં જાહેરનામાનો ભંગ કરતા સાત શખ્સો વિરુદ્ધ પોલીસ ફરીયાદ
મોરબી: મોરબી શનાળા રોડ સરદારબાગ સામે ઓમ શાંતિ સ્કુલ પાસે ગ્રાઉન્ડ ચારથી વધુ વ્યક્તિઓ ભેગા મળિ પુતળા દહન કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા સાત શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ આરોપી જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, વનરાજસિંહ મુળરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ બાબભા જાડેજા, જુવાનસિંહ સનતસિંહ જાડેજા, યુવરાજસિંહ મહાવિરસિંહ ઝાલા, કુલદીપસીંહ વનરાજસિંહ જાડેજા, શકિતસિંહ ભાવસિંહ ચુડાસમા રહે. મોરબીવાળાએ તા. ૩૦-૦૩-૨૦૨૪ ના રોજ મોરબી શનાળા રોડ સરદારબાગ સામે ઓમ શાંતિ સ્કુલ પાસે ગ્રાઉન્ડમાં જાહેરમાં ચારથી વધું વ્યક્તિ ભેગા મળિ શારિરીક ઈજા થઈ શકે તે રીતે પુતળા દહન કરી ઈસમોએ મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો જેથી પોલીસે સાત ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ -૧૮૮ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.