મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીમાં યમુનાનગર શેરી નં -૦૪ની પાછળની સાઈડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે યમુનાનગર શેરી નં.૪ ની પાછળની સાઇડે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો રોનનો જુગાર રમતા ચાર ઇસમો રસુલશા હાજીશા શાહમદાર ઉવ.૩૧ રહે.વજેપર ગેબનશાપીરની દરગાહ પાસે મોરબી, મોસીન મેહબુબભાઇ પઠાણ ઉવ.૩૬ રહે.સીપાઇ શેરી ગઢની રાંગ પાસે મોરબી, ગોવિંદભાઇ પ્રભુભાઇ સંથલીયા ઉ.વ.૩૩ રહે.ઘુટુ જુના ગામ તા.જી.મોરબી, જયંતીભાઇ સવજીભાઇ કાવથીયા ઉ.વ.૫૦ રહે મહેન્દ્રનગર નવા પ્લોટ માં મોરબીવાળને રોકડા રૂપીયા-૧૭,૫૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા ક.૧૨ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. છે.