Friday, May 9, 2025

મોરબીમાં કાંતિભાઈ અને નગરપાલિકા ન કરી શકી તે હવે મહાનગરપાલિકા કરી દેખાડશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લોકોના ચપ્પલ ઘસાઈ ગયા હતા રજૂઆતો કરી કરી પણ જે કામ નથી થયા તે હવે હશે તેવું લાગી રહ્યું છે

જેનો ઉત્તમ દાખલો કાલનો જ લઈ લો મોરબીના સરદાર બાગ માં આટલા વર્ષમાં કાંતિભાઈ એ કે મોરબી નગરપાલિકાના એક પણ કાઉન્સિલર ત્યાં જવાની તસ્દી લીધી નથી જેથી ખૂબ ખરાબ હાલત થઈ ગઈ હતી આ બગીચાની જેવા મહાનગર પાલિકાના કમિશનરે એક મુલાકાત લીધી ત્યાં જ આ સરદાર બાગમાં વિકાસ ન કામોના ખાત મુહુર્ત થઈ ગયા અને ત્યાં પૂર્વ કાઉન્સિલરો તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા.

મોરબીમાં છેલ્લા ત્રીસ જેટલા વર્ષોથી ભાજપનું શાસન છે પાલિકા હોય કે જીલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન રહ્યું છે તેમ છતા જે વિકાસના કાર્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને નગરપાલિકાના 52- 52 કાઉન્સિલરો ભેગા મળીને નથી કરી શક્યા તે વિકાસના કાર્યો હવે મહાનગરપાલિકા કરીને બતાવશે.

મોરબી નગરપાલિકાના 52 કાઉન્સિલર હતા છતા પણ તમામ વોર્ડમાં રોડ, રસ્તા અને લાઈટોની ખસ્તા હાલત જોવા મળી રહી હતી. તેમજ મોરબી શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણીની ગટરો ઉભરાય રહી હતી તેમ છતાં પાલીકાના ૫૨ કાઉન્સિલરો કોઈ પણ પ્રકારની કામગીરી કરી રહ્યા ન હતા. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કાર્યોની શરૂઆત કરી છે ત્યારે હવે મોરબી મહાનગરપાલિકા પાસે લોકોને પણ નવી આશા જાગી છે અને આવાનારા દિવસોમાં મોરબીમાં વિકાસના કાર્યો થશે તેવી આશા રાખી રહ્યા છે. પરંતુ જે ૫૨ કાઉન્સિલરો અને ધારાસભ્ય છે એ આ બાબતે લીમળી જસ ખાટતા ફોટો સેશન કરતા પણ હાલ જોવા મળી રહ્ય છે.

મોરબી શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનુ શાસન ચાલી રહ્યું છે અને વર્ષોથી પ્રજા ધારાસભ્ય તરીકે કાંતિભાઈ અમૃતિયાને ખોબલે ને ખોબલે મતો આપી ધારાસભ્ય તરીકે ચુટી રહી છે તેમજ મોરબી નગરપાલિકા એ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સદ્ધર નગરપાલિકા છે અને ૫૨ કાઉન્સિલરો ભાજપના જ હતા પરંતુ ધારાસભ્ય કાંતિભાઈ અને પાલિકાએ કાયમી પ્રાજાને ઉલ્લુ જ બનાવ્યા છે.

શું આપ્યું છે આજ સુધીમાં ધારાસભ્ય કાંતિભાઈ અને નગરપાલિકાએ મોરબી શહેરની પ્રજાને અપૂરતી પ્રાથમિક સુવિધાઓ, રોડની દયનીય હાલત , ગંદકીના ગંજ, ગટરોની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, સફાઇ નામે મીંડું, રોડ પર અડ્ડો જમાવી બેઠેલા પશુઓ આ બધી દેન છે પાલીકા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની કે જેમણે મોરબી શહેરને આટલા વર્ષોમાં આપ્યું છે.

ત્યારે હવે ચાર દિવસ પહેલા મોરબી નગરપાલિકામાથી મહાનગરપાલિકા જાહેર કરી દેવામાં આવી છે અને તેના નવા કમીશ્નર તરીકે સ્વપ્નીલ ખરેએ ચાર્જ સંભાળતા એક્શન મોડમાં જોવા મળ્યા છે. ત્યારે ૩૦ વર્ષમાં મોરબીમાં જે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને નગરપાલિકા નથી કરી શકી તે હવે મહાનગરપાલિકા કરી બતાવશે. કમીશ્નરે ચાર્જ સંભાળતા જ મોરબી શહેર તમામ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં લાતી પ્લોટ, કાયાજી પ્લોટ, શક્તિ ચોક સહિતના વિસ્તારોમાં જઈ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સફાઈ કર્મચારીઓ કાયમી આવે છે કે નહી તે નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા ની કામગીરી જોઇને વિકાસ ના કાર્યો થશે તેવી મોરબીની પ્રજાને આશા જાગી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર