Monday, May 12, 2025

મોરબીમા લુહાર સમાજ માટે ફ્રી મેડિકલ ચેકઅપ (નિદાન) અને આયુષ્માન ભારત કાર્ડ સાથે ફિઝીયોઠેરાપી સારવાર કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી સાથે સહયોગી ટીમ (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી) LYS-SS ગૃપ “સિંહસ્થ સેના” મોરબી જિલ્લા ટીમ દ્વારા સમસ્ત લુહાર સમાજ મોરબીનાં આરોગ્ય સુખાકારી માટે થઈ ફ્રી મેડિકલ ચેકઅપ (નિદાન) તથા આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ સાથે ફિઝીયોઠેરાપી સારવાર કેમ્પ તારીખ: 14/07/2023 શુક્રવારના રોજ સવારે 09:30 થી બપોરે 01:30 વાગ્યા સુધી શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી, યુનિટ ૨, સરદાર બાગ સામે, સત્યમ પાન વારી શેરીમાં, શનાળા રોડ, મોરબી ખાતે યોજાયો હતો જેમા મોરબી લુહાર સમાજનાં ડોકટર ટીમ માંથી Dr. જય કરોલિયા -BHMS. CCH, Dr. રાજશ્રી પરમાર – BHMS. CCH, Dr. ભાવિકા કવૈયા – Bachelor of Physiotherapy વગેરે ડોકટરો સાથે માસુમ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કેમ્પમાં સેવા અપાઈ હતી.

(આ કેમ્પમાં સૌપ્રથમ શ્રી વિશ્વકર્મા દાદાના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી સમસ્ત લુહાર સમાજ માટે કેમ્પ ખુલ્લો મુકાયો હતો.)

મેડીકલ ચેકઅપ (નિદાન) સાથે ફિઝિયોથેરાપી નિદાન કેમ્પમાં લુહાર સમાજનાં 119 પુરૂષ સભ્યો અને 134 મહિલા સભ્યોએ ભાગ લઈ કેમ્પને સફળ કરવામાં અનેરૂ યોગદાન આપેલ છે જે માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીનાં ટ્રસ્ટી સાથે LYS-SS ગૃપ મોરબી જિલ્લા ટીમ પણ લુહાર સમાજ મોરબીનો આભાર વ્યક્ત કરે છે.

આ કેમ્પમાં રાજકોટ મહાનગર પાલિકાનાં ડેપ્યુટી મેયર સાથે લુહાર સમાજ નારી રત્ન કંચનબેન સિધ્ધપુરા પણ પોતાનો કિંમતી સમય ફાળવી હાજર રહ્યા હતા અને તેમનાં હાથે દીપ પ્રાગટય કરાવી કેમ્પની શુભ શરુઆત કરાવી હતી, તે સિવાય કંચનબેન સિધ્ધપુરાએ જાતે કેમ્પમાં દરેક ડોકટર સ્ટાફની મુલાકાત કરી માહીતી મેળવી હતી, અને મોરબીનાં લુહાર સમાજના દરેક ઘરમાં થી 10 લાખના મેડીકલ વીમા કવચ આપતું આયુષ્માન ભારત કાર્ડ જરૂર કઢાવે તેવી ભલામણ પણ કરી હતી.

તે સિવાયના શ્રી લુહાર વિર્ધાર્થી ભુવન રાજકોટનાં ન્યુ ટ્રસ્ટ ટ્રસ્ટી પ્રમુખ કમલેશભાઈ સિધ્ધપુરા સાથે ભરતભાઈ મારૂ જ્યારે જુનાગઢ લુહારવાડી ટ્રસ્ટી, ભવનાથ તળેટી સમસ્ત લુહાર અતિથિ ભવન (ધર્મશાળા) ટ્રસ્ટીઓ વગેરે લુહાર સમાજ અગ્રણીઓ કેમ્પમાં ઉપસ્થિત રહિયા હતા,

લુહાર સમાજ પત્રકાર સમુદાયમાંથી શ્રી વિશ્વકર્મા પત્રકાર સંધ ભારતના બોર્ડ ટીમ મેમ્બર્સ પત્રકાર મયુરધ્વજ પિત્રોડા (લુહાર સમાજ સમાચાર), પત્રકાર કાજલબેન જિલ્કા (શ્રી વિશ્વકર્મા ઉદય સમાચાર) સાથે પત્રકાર નિર્મલભાઈ મકવાણા લુહાર દર્પણ સમાચાર (L.D. ન્યૂઝ),પત્રકાર રાજેશભાઈ પિત્રોડા સાથે પત્રકાર આરતીબેન પિત્રોડા (ALVS ઇન્ડિયા ન્યુઝ/ RR ન્યુઝ / રેડ રોઝ સમાચાર) વગેરે પત્રકાર બંધુઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જયારે મોરબીથી શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીનાં ટ્રસ્ટીઓ, કારોબારી મંડળ સભ્યો, શ્રી સોરઠિયા લુહાર હિતેચ્છુ મંડળ (શ્રી વિશ્વકર્મા વાડી) ટ્રસ્ટીઓ, શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી ટ્રસ્ટીઓ, સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબી સભ્યો, શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ મોરબી સભ્યો અને સાથે મોરબી લુહાર સમાજ અગ્રણી ઉદ્યોગપતિઓ એ કેમ્પની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મોરબીની નામી હોસ્પિટલોનાં મુખ્યપ્રધાન ડોક્ટર ટીમ સાથે હોસ્પિટલ સંચાલક પણ મુખ્ય મહેમાન તરીકે મુલાકાતે આવેલ હતાં જેમાં મુખ્યત્વે JR હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, ૐ ઓર્થોપેડીક હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, પુજા હોસ્પિટલ, જાનકી હોસ્પિટલ, સમર્પણ ઇમેજીંગ સેન્ટર, માસુમ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ સાથે બીજી હોસ્પિટલોનાં ડોકટર મિત્રોએ મુલાકાત લીધી હતી.

જ્યારે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી (લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના) LYS-SS ગૃપમાં થી સંઘસ્થાપક મયુરભાઈ પિત્રોડા, રાષ્ટ્રિય અધ્યક્ષ નરેન્દ્રભાઈ હંસોરા, રાષ્ટ્રીય સંઘ સ્થાપક રાજુભાઈ કવા, રાષ્ટ્રીય સંગઠન અધ્યક્ષ ગોપાલભાઈ મારૂ, રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી હાર્દિકભાઈ પિત્રોડા, ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રી રાજુભાઈ પિત્રોડા, ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ પિથવા, ગુજરાત પ્રદેશ મંત્રી આરતીબેન એમ. પિત્રોડા, ગુજરાત પ્રદેશ સહમંત્રી કાજલબેન જીલ્કા, ગુજરાત બોર્ડટીમ મેમ્બર્સ પરેશભાઈ પિત્રોડા, મોરબી જિલ્લા પ્રભારી મંત્રી વાસુદેવભાઈ રાઠોડ, મોરબી જિલ્લા પ્રમુખ વિનોદભાઈ કવૈયા, મોરબી જિલ્લા યુવાબોર્ડ પ્રમુખ પરેશભાઈ રાઠોડ, જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી કિશોરભાઈ વાઘેલા, જુનાગઢ જિલ્લા પ્રમુખ મનોજભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જયારે સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ મોરબી જિલ્લા ટીમ માંથી પુજાબેન પરમાર, સોનલબેન મારૂ, કું. વિધિ વાસુદેવભાઈ રાઠોડ, વર્ષાબેન પિત્રોડા તથા સ્નેહાબેન કવૈયા વગેરે બહેનોએ વિશેષ સેવા કેમ્પ દરમિયાન આપી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર