આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા 13 થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાશે જન્માષ્ટમી લોકમેળો
મોરબીમાં જન્માષ્ટમીના તહેવાર અન્વયે લોકોના આનંદ ઉત્સવ માટે આગામી ૧૩ ઓગસ્ટ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન નંદીઘર પંચાસર રોડ ખાતે વિવિધ રાઇડ્સ અને સ્ટોલ્સ સાથે ભવ્ય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના મોજીલા લોકો ઉત્સવ પ્રિય છે. મોરબીમાં વિવિધ તહેવારોની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ નાગરિકો સુધી તમામ આનંદ પ્રમોદ સાથે આપણી સંસ્કૃતિ સાથે પરંપરાગત લોકમેળાનો આનંદ મેળવી શકે તે માટે વિવિધ પ્રકારની રાઈડ્સ અને ખાદ્ય સ્ટોલ સહિત વિવિધ વ્યવસ્થાઓ સાથે મેળો યોજાનાર છે.
આ મેળા અન્વયે મેળાનું ગ્રાઉન્ડ રાખવા ઈચ્છુકોએ ૦૫/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં રૂ. ૫૦૦૦ રોકડા ભર્યા થી ટેન્ડર ફોર્મ મળશે. ટેન્ડર ફોર્મ મેળવવા માટે રમત-ગમત શાખા મોરબી મહાનગરપાલિકાનો સંપર્ક કરવો. આઇટમ એક અને બે મુજબના ટેન્ડર ફોર્મ સાથે ડિપોઝિટ ડીડી સામે રાખી લેખીત અરજી સીલબંધ કરી જન્માષ્ટમી લોકમેળો ૨૦૨૫ ના મથાળા સાથે ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં રજીસ્ટર એડી અથવા રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.
આવેલ ટેન્ડર્સ શક્ય હશે તો ૦૬/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૦૩:૩૦ કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં આવશે. માન્ય થનાર ટેન્ડર ની તારીખ ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે જાહેર હરાજી કરવામાં આવશે તેમજ જાહેર હરાજી થી મેળાનું મેદાન ફાળવવામાં આવશે. કોઈપણ ભાવની માંગણી મંજૂર કે ના મંજૂર કરવા અંગેનો હક અને છેલ્લો નિર્ણય મોરબી મહાનગરપાલિકાનો રહેશે.