મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી 18 હજારની રોકડ સેરવી લીધી
મોરબી શહેરમાં મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા સેરવી લીધા હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી છે ત્યારે ફરી મોરબીમા રીક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય બની છે. ત્યારે મોરબી નવા ડેલા રોડ પરથી રીક્ષામાં બેસલ એક વૃદ્ધના ખીસ્સામાંથી ઠગ ટોળકીએ રૂપિયા ૧૮૦૦૦ સેરવી લીધા હોવાની સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી બાયપાસ રોડ કામધેનુ સામે ઇંન્દ્રપ્રસ્થ સોસાયટીમાં બ્લોક નં -૮૦ માં રહેતા ભરતભાઇ હીરાભાઈ ડાભી (ઉ.વ.૫૯) એ આરોપી એક સી.જી્ રીક્ષા ચાલક તથા એક અજાણ્યો શખ્સ તથા એક મહિલા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી નવા ડેલા રોડથી નહેરૂ ગેટ પાસે આવેલ શાક માર્કેટમા જવા માટે રોડ ઉપર ઉભા હોય તે દરમ્યાન આ કામના અજાણ્યા સી.એન.જી રીક્ષા ચાલક તથા તેમા બેઠેલ અજાણ્યા પુરૂષ તથા મહીલાએ ફરીયાદીને રીક્ષામા બેસાડી ધક્કા મુક્કી કરી ફરીયાદીની નઝર ચુકવી ફરીયાદીના પેંટના ખીસ્સામાથી રોકડ રૂ.૧૮,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.