Tuesday, June 2, 2026

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક ભડીયાદ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક ભડીયાદ રોડ પરથી આરોપી મુળજીભાઈ ઉર્ફે મનુભાઈ લખમણભાઇ સાગઠીયા ઉ.વ.૫૬ રહે. હરીઓમ પાર્ક સોસાયટી ભડીયાદ રોડ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૧૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img