Tuesday, June 2, 2026

મોરબીના મહેન્દ્રપરા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી વાવડી રોડના નાકે મહેન્દ્રપરા રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડના નાકે મહેન્દ્રપરા રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રફીકભાઇ આરીફભાઇ ઠાસીરયા ઉ.વ.૩૨ રહે. મોરબી નવાડેલા રોડ કડીયાશેરી, રમેશભાઇ શ્યામલાલ ગૌતમ ઉ.વ.૩૫ રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી મુળ રહે.રૂસ્તમનગર તા.ઉતરૌલી જી.બલરામપુર (યુપી.), મુસ્તાકભાઇ અબ્દુલભાઇ સેવંગીયા ઉ.વ.૪૩ રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી, અગ્યારામ મીઠાઇલાલ ચૌહાણ ઉ.વ.૨૮ રહે. મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી મુળ રહે. ગુલરીહા તા.અહિરોલી જી.બલરામપુર (યુપી) વાળાને રોકડ રકમ રૂ.૧૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img