મોરબીમાં NDPSના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો
મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી મોરબી એસ.ઓ.જી/સાયબર ક્રાઇમ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એસ.ઓ.જી., સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ગુનાઓની તપાસમાં પંજાબ તથા રાજસ્થાન રાજ્યમાં ગયેલ હોય જે ટીમના અધિકારી તથા સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ ક. ૮-સી, ૨૦-બી, ૨૯ મુજબના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ ભેરારામ પાબુજી ખિલેરી ઉ.વ.૨૮ રહે.સરણાઉ તા.જિ.સાંચોર (રાજસ્થાન) વાળો તેના ઘરે હોવાની ચોક્કસ બાતમીના આધારે આરોપીની તેના ઘરે તપાસ કરતા આરોપી મળી આવતા મોરબી પેરોલ ફર્લો કચેરી ખાતે લાવી જરૂરી પુછપરછ કરી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
આમ મોરબી એસ.ઓ.જી., સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા પેરોલફર્લો સ્ક્વોડના સ્ટાફને એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા સાતેક માથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલ છે.