મોરબીના ઉમીયા સર્કલ નજીક કેનાલમાંથી કચરો કાઢી રોડ પર ઠાલવી દેવાયો
મોરબી: મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર ઉમીયા સર્કલ પાસે કેનાલમાંથી કચરો બહાર કાઢી રોડ ઉપર ઠાવલી દેતા ગંદકીના ગંજ ખડકાયા છે જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે.
સમગ્ર રાજ્ય તેમજ મોરબી જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી અને સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યાંરે બીજી તરફ મોરબી શહેરના હાર્દ સમા વિસ્તાર ઉમીયા સર્કલ પાસે કે જ્યાં એક તરફ ભારતની આનબાન અને સાન સમો મોરબીનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે ત્યારે બીજી તરફ ઉમીયા સર્કલ પાસે કેનાલમાંથી કચરો કાઢી રોડ ઉપર ઠાલવી દેતા રોડ ઉપર ગંદકીના ગંજ ખડકાયા છે. ત્યારે સ્વચ્છતાના નારા લગાવતા અધિકારીઓ અને નેતાઓનુ શુ નહી દેખાતુ હોય કે આવી રીતે કચરો કોન ફેકી ગયું. ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર આ કચરો કેનાલ વિભાગ દ્વારા કાઢવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અને ઉમીયા સર્કલ પાસે રોડ પર કચરો ઠાલવી દેતા આસપાસના વિસ્તારમાં ખૂબજ દુર્ગંધ આવી રહી હોવાથી વાહન ચાલકો અને રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર કેટલાક સમયમાં ઉમીયા સર્કલ નજીક રોડ પરથી કચરો દુર કરે છે કે પછી ત્યાં જ રહેવા દે છે?
