મોરબીમાં એક વ્યક્તિ લુટેરી દુલ્હનનો શિકાર બન્યો; બે લાખ રૂપિયા ગુમાવ્યા
મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢના દિકરો લુટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. ચાર શખ્સોએ પ્રૌઢને વિશ્વાસમાં લઈ પ્રૌઢ પાસેથી બે લાખ રૂપિયા લઈ પ્રૌઢના દિકરા કાનજીના લગ્ન કરાવી ત્રણેક દીવસ પ્રૌઢના દિકરાના ઘરે રહી આરોપી મહિલા પિયરમાં આંટો દેવા જવાનું કહી જતી રહી બાદ પરત ન ફરી હોય અને આમ તમાંમ આરોપીઓએ પ્રૌઢ પાસેથી બે લાખ પડાવી પછા ન આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં -૦૬મા રહેતા મહેશભાઇ નવઘણભાઈ ડાભી (ઉ.વ.૫૨) એ આરોપી કનુભાઇ રહે. શીકારપુરના પાટીયા પાસે, હરેશભાઇ, મીનાક્ષી રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ, પ્રવિણાબેન ઝાલા રહે. સુંદરપુરા ગામ તા.ઉમરેઠ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ સાથે મળી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ઠગાઇ કરવાના ઇરાદે આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂ.-૨,૦૦,૦૦૦/- લઇ, ફરીયાદીના દિકરા કાનજીના લગ્ન આરોપી પ્રવીણાબેનની દિકરી મીનાક્ષી સાથે ફુલ-હારથી વિધી કરી, લગ્ન કરાવી, ત્રણેક દીવસ ફરીયાદીને ઘરે રહીને આરોપી મીનાક્ષી પીયરમાં આટો દેવા જવાનુ કહી જતી રહેલ બાદ પાછી આવેલ ન હોય આમ તમામ આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂ.-૨,૦૦,૦૦૦/- લઇ પાછા નહી આપી વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.