Saturday, September 20, 2025

મોરબીમાં પોલીસને જાણ કરેલની શંકાનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમા રહેતા મનોજભાઇ ઉર્ફે શનીભાઈ બળદેવભાઈ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી પાર્થ અમીતભાઇ તથા અમીતભાઇ રહે. બંને જનકપુરી સોસાયટી મોરબી-૦૨ તથા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અમીતભાઇ અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને ફરીયાદી ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ધોકાવતી મારમારી છરી વડે ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ.કલમ ૧૧૫(૨),૧૧૮(૧), ૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર