મોરબી: મોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી ૨૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દંડ ફટકાર્યો હતો.
દેશમાં તેમજ રાજ્યમાં પ્લાસ્ટિકના વેપાર પર પ્રતિબંધ મુકવા આવેલ છે તેમ છતા વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પર મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી આશરે ૨૦૦ કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને રૂ.૮૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં પણ પાલીકા દ્વારા કાર્યવાહી કરવામાં આવવાની હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
