મોરબી નવલખી ફાટક પાસેથી છેલ્લા દશ માસથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા દસ માસથી નાસતા ફરતા આરોપી મોરબી નવલખી ફાટક પાસે હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપી પ્રભુદયાલ રોચીરામ ગંગવાની ઉ.વ.૬પ રહે. કૃષ્ણમંદીર રોડ સુભાષ ચોક રાતાનાડા જોધપુર રાજસ્થાનવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
