મોરબીમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 134 બોટલ ઝડપાઇ
મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમની સામે રહેતા આરોપી ઇમરાનભાઈના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૪ કિં રૂ.૧,૮૧,૨૦૦ નો મુદામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે આરોપી ઇમરાનભાઈ નુરમામદભાઇ મોવર રહે, મોરબી ર વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમની સામે તા.જી.મોરબી વાળાના રહેણાક મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૧૩૪ જેની કિ.રૂ.૧,૮૧,૨૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય જે આરોપી ઇમરાનભાઈ નુરમામદભાઇ મોવર વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.