Saturday, July 26, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; બે આરોપી ફરાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વજેપર શેરી નં -૧૧ મા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૦ કિં રૂ. ૬૯,૨૪૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ ૯૯૨૪૦ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વજેપર શેરી નં -૧૧ મા રહેતા આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરાના રહેણાંક મકાનમા રેઈડ કરતાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૫૦ કિં રૂ. ૬૯,૨૪૦ તથા ટી.વી.એસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ડી.જે-૫૦૧૦ કિં રૂ. ૩૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૯૯૨૪૦ નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરા જાતે-ભાનુશાળી રહે.મોરબી વજેપર શેરી નં.૧૧ તથા અમીતભાઇ મોહનભાઇ ભાનુશાળી રહે. કાલીકાપ્લોટ મેઇન રોડ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર