મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 36 બોટલો સાથે એક ઈસમઝડપાયો
મોરબી: મોરબીના મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર ગાયત્રીનગર સમર્પણ હોસ્પિટલ પાછળ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર ગાયત્રીનગર સમર્પણ હોસ્પિટલ પાછળ રહેતા આરોપી મેહુલભાઈ ત્રિભોવનભાઈ સનુરા (ઉ.વ.૨૬) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૬ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ મળી કુલ કિં રૂ. ૧૮૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ ભરતભાઈ ભરવાડ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.