Tuesday, August 19, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 216 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ જાયન્સ નગરમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૧૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ જાયન્સ નગરમાં રહેતા આરોપી સમીરભાઈ ઇકબાલભાઈ ઠેબા (ઉ.વ.૨૯) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧૬ કિં રૂ. ૭૬,૪૮૮ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ રમીઝ ઉર્ફે રમલો રફીકભાઈ મકરાણી રહે . વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ જાયન્સ નગરમાં મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર