મોરબીમાં રીક્ષામાં બેસાડી રોકડ રકમની ચોરી કરનાર આરોપીને દબોચી લેતી એ ડીવીઝન પોલીસ
મોરબી શહેરમા રીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જર ના ખીસ્સામાથી રોકડ રૂપીયાની ચોરી કરના આરોપીને મુદામાલ સાથે મોરબી સીટી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં સી.એન.જી રીક્ષા ચાલક તેમજ તેમા પેસેન્જર તરીકે બેઠેલ આરોપીઓએ ફરીયાદીના ખીસ્સામાથી રોકડા રૂપીયા.૧૮૦૦૦/- નજર ચુકવી ચોરી કરેલ લીધેલ હોય. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સરર્વેલન્સ સ્ટાફએ હયમુન સોર્સીસ આધારે તેમજ નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા એનાલીસીસ દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે રાજકોટ તરફથી એક સી.એન.જી રીક્ષા ચાલક મોરબી તરફ આવતો હોય અને સી.સી.ટી.વી કેમેરામાં જોવામા આવતો જ ઇસમ હોય તેવી બાતમી મળતા આરોપી લાલજીભાઇ ચિમનભાઇ ચુડાસમા (ઉ.વ. ૨૬) રહે- કુબલીયાપરા, ચુનારાવાડ ચોક, રાજકોટ મુળગામ- ધારી, પેમપરા, અમરેલીવાળાને રાજપર ચોકડી ખાતેથી પકડી પાડી પુછપરછ કરતા તેને તથા તેના સાગરીતો પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી રહે- કુબલીયાપરા, ચુનારવાડ ચોક રાજકોટ, આકાશ સોલંકી રહે- ઘંટેશ્વર પચીસ વારીયા રાજકોટ, મનીષાબેન પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી સાથે મળી પેસેન્જર (ફરીયાદી)ના ખીસ્સામાથી રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી બનાવ મા ઉપયોગમા લીધેલ સી.એન.જી રીક્ષા નં.GJ-36-W-1322 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩૫૦૦/- મળી કુલ રૂ.૫૩,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
