મોરબી : મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ – 2024″નું દાંડીયા વિથ ડીનરનું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. તા. 16/10/2024, બુધવાર ને શરદ પૂનમ નાં રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે “રોયલ રાસોત્સવ” યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત તથા આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં વર્સેટાઈલ સિંગર કૌશલ પીઠડીયા તથા ગોતિલો (ખલાસી) ગીત નાં co – Singer દીપાલી વ્યાસ પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. તથા ડિનર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે તેમજ રાત્રિ નાં 9-15 થી ગરબા ની રમઝટ શરૂ થશે. ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે.
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...