મોરબીમાં સંસ્કૃત ગૌરવ પદયાત્રા યોજાઈ
મોરબી જિલ્લામાં સંસ્કૃત ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ પદયાત્રાનું આયોજન કરવવામાં આવ્યું હતું.
સંસ્કૃત ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં આયોજિત ગૌરવ પદયાત્રામાં મોરબીની સાર્થક વિદ્યાલય અને સંસ્કૃત ભારતીના સહયોગથી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં વિવિધ સંસ્કૃત સૂત્રો અને સંસ્કૃત સુભાષિતોના બેનર્સ, ધ્વજાઓ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રા દરમિયાન ‘સંસ્કૃત ભાષા, મધુરા ભાષા’, ‘વદતુ સંસ્કૃતમ્, જયતુ સંસ્કૃતમ્’નો જયઘોષ કરવામાં આવ્યો હતો.
સંસ્કૃત ગૌરવ સપ્તાહ અન્વયે કલેક્ટરએ પોતાનો પરિચય સંસ્કૃત ભાષામાં આપીને જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિ છે. उद्यमेन ही सिध्यन्ती कार्याणि ना मनोरथै, नहीं सूपतस्य सिंहस्य प्रवेशन्ति मुखे मृगा : શ્લોક બોલી તેમણે જણાવ્યું હતું કે પરિશ્રમનો મહિમા વ્યક્ત કરતા આ શ્લોક જેવા કેટલાય શ્લોક અને સુવિચારોનો ખજાનો સંસ્કૃત સાહિત્યમાં સમાયેલો છે જેનો આપણે મહત્તમ લાભ લઈએ. તેમણે સૌને સંસ્કૃત સપ્તાહની શુભકામનાઓ પાઠવી હતી.