મોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવીના ૯૫૦ જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ શકત સનાળા દ્વારા ૯૫૦ દિવાની મહાઆરતીનુ વિ . સં ૨૦૮૨ ના કારતક સુદ – ૧૧ ને તા. ૦૨-૧૧- ૨૦૨૫ ને રવિવાર ના રોજ સાંજના ૦૭:૦૦ કલાકે શ્રી શક્તિ ધામ શકત સનાળા , મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક પ્રસંગ ના સાક્ષી સાથે સહભાગી બનવા દરેક ભાઈઓ , બહેનો ને હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








