શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી સ્વ. સાગર ચંદુભાઈ ભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે રવિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે તારીખ ૨૨ ડીસેમ્બરના રવિવારના રોજ સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી મોરબીના એસપી રોડ પર ધ વન એપ સોસાયટી સુંદર હાઇટ ૬૦૨ માં મહારક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જતા રોડ ઉપર આવતા રોડની ડાબી બાજુના ખેતરમાં ઓરડી પાસે એકઢાણીયાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૬૮,૭૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૯૦,૭૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે...
હળવદ તાલુકાના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી-1) ડેમ લેવલ મુજબ 100% : ભરાઈ ગયેલ છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી વેસ્ટ વિયર દ્વારા નદીમાં વહેવડાવવાની જરૂરીયાત ઉભી થયેલ છે તો યોજનાના નીચવાસમાં આવતાં 15 ગામોને એલર્ટ કરાયા છે.
જેમાં ગોલાસણ, પાંડાતીરથ, મેરૂપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ,...