મોરબીમાં સગીરને બાઈક ચલાવવા આપતા પીતા વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી માળિયા ફાટક પાસે રોડ ઉપર પિતાએ પોતાના ૧૫ વર્ષના પુત્રને મોટરસાયકલ ચલાવવા આપતા સગીરાના પિતા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના માળિયા ફાટક પાસે રોડ પર હરેશભાઇ દેવરાજભાઇ વામજા (ઉ.વ-૫૨) રહે-મોરબી-૨ મહેન્દ્ર નગર ચોકડી પ્રભુકૃપા રેસીડેન્સી જાનકી એપાર્ટમેન્ટ ૩૦૩ વાળાએ પોતાના પુત્ર રાજ (ઉ.વ.૧૫) હોવાનુ જાણવા છતા પોતાના દીકરા રાજને પોતાના કબ્જાની બજાજ વિક્રાંન્ત મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36-D-9237 વાળુ ચલાવવા આપતા તેઓએ એમ.વી. એક્ટ કલમ-૩,૪ તથા ૧૮૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.