મોરબીમાં બીજા માળે સિડી પરથી નીચે પટકાતાં બાળકનું મોત
મોરબીના શનાળા રોડ પર જીઆઇડીસી નજીક મહેશ વેકરીયાની ઓફિસ પાસે નવા બનતા બિલ્ડિંગની સિડી પરથી રમતા રમતા નીચે પટકાતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે શ્યામ પાર્કમાં રહેતા દિપેશભાઈ વિષ્ણુભાઈ વિશ્વકર્મા ઉ.વ.૦૩ વાળો મોરબીમા GIDC નજીક મહેશ વેકરીયાની ઓફીસ પાસે નવા બનતા બિલ્ડીગ ખાતે બીજા માળે થી સીડી ચડતા રમતા રમતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પીટલ બાદ વધુ સારવારમાં અત્રેની હોસ્પીટલમાં લાવતા ચાલુ સારવાર દરમિયાન માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.