Saturday, July 27, 2024

મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે મહિલાઓ વચ્ચે માથાકુટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વીસીપરા અમરેલી રોડ અંબાજી ટાઉનશિપ પાસે ઘરની બહાર શેરીમાં પાણી ઢોળતા તેમ કરવાનું મહિલાએ ના પાડતા મહિલાને બે મહિલા આરોપીએ મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મોરબી અમરેલી રોડ અંબાજી ટાઉનશિપ સી-૪ માં રહેતા વર્ષાબેન દલપતભાઈ મકવાણા (ઉ.વ.૨૮) એ આરોપી વિલાસબેન પાર્થભાઈ સોની તથા મુન્નીબેન બાબુભાઈ રાજપૂત રહે. મોરબી અમરેલી રોડ અંબાજી ટાઉનશિપ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧૧-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા આરોપીઓ એકબીજાના પાડોશી હોય આરોપીઓએ પોતાના ઘરની બહાર શેરીમાં આર.સી.સી. રોડ ઉપર પાણી ઢોળતા તેમ કરવાનુ ફરીયાદીએ ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી વિલાસબેને પથ્થરનો છુટો ઘા કરી ફરીયાદીને ડાબા હાથે કલાઇથી ઉપર ના ભાગે માર મારી ઇજા કરી ફરીયાદી અનુસુચિત જાતીના હોવાનુ જાણતા હોવા છતા જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર વર્ષાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર