મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા આઠમા સમૂહલગ્નનું આયોજન
૨૧ નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાશે
મોરબીના નવલખી રોડ પર આવેલ આસ્થાને શ્રદ્ધાના પ્રતીક સમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આઠમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૨૦-૦૫-૨૦૨૫ને મંગળવારે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિર બાજુમા ધુતારી નવલખી રોડ મોરબી ખાતે યોજાશે.
જેમાં મંડપ મુહૂર્ત બપોરે ૩ વાગ્યે જાન આગમન સાંજે ૪ વાગ્યે ભોજન સમારંભ ને સાંજે ૭ કલાકે હસ્ત મેળાપ સાંજે ૭:૪૫ એ આ સમૂહલગ્ન ની વિધિ શાસ્ત્રી હિરેનભાઈ વી પંડ્યા દ્વારા કરવામાં આવશે.
આ સમૂહલગ્નમાં ૨૧ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે દીકરીઓ ને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના થી માંડી ૯૭ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમૂહલગ્નમાં મહંત શ્રી ભાવેશ્વરી બેન રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી, દામજી ભગત નકલંક મંદિર બગથળા,સહિત રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ધનુભા ભીખુભા જાડેજા ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા, ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા, સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.