મોરબીમાં સીલીકોસીસ રોગથી થયેલ મૃત્ય અંગે કલેક્ટરના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયેલા સીલીકોસીસના નામ રોગથી મરણ પામેલ કુલ ૩ વ્યકિત અંગે પ્રસિધ્ધ થયેલ અહેવાલ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં આજરોજ જરૂરી બેઠક આયોજન કરવામાં આવેલ
(૧)ઉમેશ પ્રસાદ ગુપ્તા રહે. મુળ હુસૈનપુર, જિ.શિવાન(બિહાર)હાલ-ભડીયાદ જવાહર સાયટી, મોરબી, (૨)રાજુ જીવાભાઇ રહે.મૂળ કળી(મહેસાણા)હાલ-વોટેરો સીરામીક બેલા,મોરબી, (૩)હરજીભાઈ મકવાણા રહે.લાલપર, મોરબી નાં સીલીકોસીસ રોગ થી થયેલ મૃત્ય થયાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા જે અંગે કલેક્ટરના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
જેમાં ઉપરોક્ત મરણ જનારના કુટુંબજનોની રૂબરૂ કરી સરકાર દ્વારા વિવિધ મળવાપાત્ર લાભો જેવા કે, વિધવા સહાય, શ્રમ કાર્ડ, NFSA કાર્ડ, ઉજ્જવલા યોજના તેમજ સમાજ કલ્યાણ વિભાગની અન્ય યોજનાઓ લાભ આપવામાં આવશે અને જો નાણાકિય સહાય મળવાપાત્ર હશે તો નાણાકિય સહાય પણ પુરી પાડવામાં આવશે. ઉકત રોગના કારણે મરણજનારના સીધી લીટીના વારસદારોને રૂ.૧,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા એક લાખ)ની સહાય મેળવવા સારૂ શ્રમ અધિકારી, મોરબી અને નાયબ નિયામક, ઔધોગિક સલામતિ અને સ્વાસ્થયની કચેરીને સત્વરે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ. હાલમાં શ્રમ અધિકારી, મોરબી દ્વારા ઉપરના તમામ પરિવારો સાથે પ્રાથમિક ચર્ચા કરવામાં આવેલ છે તેમજ સરકાર દ્વારા મળવાપાત્ર તમામ લાભો મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
નાયબ નિયામક,ઔધોગિક સલામતિ અને સ્વાસ્થયની કચેરી, મોરબીને ઉકત બાબતમાં મોરબી જિલ્લામાં આવેલ તમામ સીરામિક ઉધોગ સાથે સંકળાયેલ તમામ શ્રમિકોની ૩ મહિના અથવા ૬ મહિને સમયાંતરે આરોગ્ય વિષયક તમામ ચકાસણી થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી. તેમજ તેના આનુષાંગીક સીરામિક ઉધોગમાં આ રોગનું નિવારણ હેતુસર જરૂરી પગલા ભરવા જણાવવામાં આવ્યુ.તેમજ શ્રમ અધિકારી નાયબ નિયામક,ઔધોગિક સલામતિ અને સ્વાસ્થયની કચેરી, મોરબી અને આરોગ્ય વિભાગ એકબીજાના સંકલનમાં રહીને મોરબી જિલ્લામાં આવેલ તમામ ઉધોગોમાં આ રોગ વિશેના જાગૃતી અંગેના તમામ કાર્યક્રમો કરવા જરૂરી સુચના આપવામાં આવી.
સીરામિક ઉધોગને લગત એસોશીયનના પ્રમુખો ને જરૂરી સુચના આપવામાં આવી કે, આપના એકમમાં આ રોગના નિવારણ હેતુ યોગ્ય પગલા ભરવા તેમજ શ્રમિકોને જરૂરીને આરોગ્ય વિષયક ચકાસણી સમયાંતરે થાય તે માટે સુચના આપવામાં આવી.
આ બેઠકમાં ૧.જિલ્લા વિકાસ અધિકારી,અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,ઇ.ચા.ટી.બી.અધિકારી, નાયબ નિયામક,પ્રાદેશિક નિયામક,નિવાસી તબીબી અધિકારી, શ્રમ અધિકારી,સીરામિક ઉધોગને લગત એસોશીયનના પ્રમુખો હાજર રહ્યા હતા