મોરબીમાં સિલીકોસીસથી વધુ એક વ્યક્તિનુ મોત
મોરબી: મોરબીમાં ૨૯ દિવસોમાં સીલીકોસીસના કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હોવાના સમાચાર મિડિયામાં પ્રકાશિત થયા હતા ત્યારે આજે મોરબીમાં વધુ એક વ્યક્તિનુ સિલિકોસીસના કારણે મોત નિપજ્યું છે.
આરોગ્ય ક્ષેત્રે કામ કરતી પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા જાહેર કર્યા મુજબ મોરબીના કારખાનાઓમાં કામ કરવાને કારણે સિલિકોસીસનો ભોગ બનેલા મકનસરના ભરતભાઇ પરમાર ડોક્ટરની સલાહથી થોડા મહીનાથી રાજકોટ જઇ વસ્યા હતા. ગયા અઠવાડીયે તેમની તબીયત બગડતાં તેમને ઓક્સીજન મશીનની જરુર પડી. સંસ્થાએ વ્યવ્સ્થા કરી શકે તે પહેલાં જ આજે તેમનું અવસાન થયું. તેમનો મૃતદેહ આજે મોરબી લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યાં આવતીકાલે તેમની અંતીમક્રીયા થશે. મોરબીમા છેલ્લા 29 દીવસમાં 3 સિલિકોસીસ પીડીતોના મોત નિપજ્યા છે. ત્યારે આજે વધુ એક મોત નિપજતા આરોગ્ય વિભાગે અને ઉદ્યોગકારોએ કામદારોમાં આ રોગ વધે નહિ તેની ખાસ તકેદારી રાખવાની જરૂર ઉભી થઇ હોવાનું સંસ્થાના સંસ્થાના સ્થાપકે જિલ્લા કલેકટરને જણાવ્યું હતું.