મોરબીમાંથી ખોવાયેલા ચાર મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપતી માળીયા પોલીસ
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR”પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી આશરે ૧,૦૧,૪૯૮/- ની કિમતના ૦૪ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને માળીયા.મી પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રજાજનોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા પ્રયત્નશીલ રહી માળીયા મીયાણા પોલીસે એ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ૦૪ મોબાઈલ કી.રૂ ૧,૦૧,૪૯૮ /- ના શોધી કાઢી, જેતે માલીકને પરત સોપી “તેરા તુજકો અર્પણ “ કરી સેવા સુરક્ષા શાંતીના સુત્રને સાર્થક કરેલ છે.