મોરબી શહેરમાં ઉમીયાનગર પાસે ત્રીજા માળે બાલ્કનીમા સુતા હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયાનગરમા રહેતા સોનુભાઈ રામ સુરેશભાઈ બગનોલી (ઉ.વ.૩૩) નામનો યુવક ત્રીજા માળે બાલ્કનીએ રાત્રીના સુતેલ હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








