મોરબી : મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.૦૫ને શુક્રવારના રોજ કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે.
સિમેરો ઔદ્યોગિક ફીડર સવારે ૯:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
