મોરબીમાં ટ્રેન હડફેટે આવી જતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર રોડ મીલેનીયમ સિરામિક કારખાનાની સામે રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સંતોષકુમાર દુર્ગાપ્રસાદ મહેતા ઉ.વ.૨૧ હાલ રહે. હેમ સ્રામીક કારખાનાની લેબર કોલોનીમાં લાલપર ગામની સીમ તા.જી. મોરબી મુળ રહે. તુલસી ટોલા ગામ તા.જગદીશપુર જી.ભોજપુર બિહારવાળો ગઇ કાલ તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં જુના રફાળેશ્વર રોડ મિલેનિયમ કારખાનાની સામે આવેલ રેલ્વે ટ્રેક ઉપર કોઈ પણ કારણોસર ટ્રેન હડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.