મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા યુવકને બે શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીમાં યુવકે ઉછીના રૂપિયા આરોપીને આપેલ હોય જેની પરત માંગણી કરતા આરોપીને સારૂં નહી લાગતા યુવકને બે શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલની બાજુમાં ફ્લોરા ૧૫૮ સી-૩૦૨ માં રહેતા ચીરાગભાઈ શીવલાલભાઈ કાસુંન્દ્રા (ઉ.વ.૩૪) એ આરોપી સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રા તથા પાર્થ ઉર્ફે લાલો નાનુભાઈ મિયાત્રા રહે. બંને રવાપર ગામ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦-૦૩-૨૦૨૪ ના રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં આરોપી સુરેશભાઈએ ફરીયાદી પાસેથી રૂપિયા પચાસ હજાર હાથ ઉછીના લીધેલ હોય જે પૈસાની ફરીયાદીએ માંગણી કરતા આરોપી સુરેશભાઈ ઉસ્કેરાઈ જઈ ફરીયાદીના માથાના પાછળના ભાગે પ્લાસ્ટીકનું કેરેટ ઉઠાવી એક ઘા મારી ઈજા કરી તેમજ આરોપી પાર્થભાઈએ ગાળો આપી ઢીંકા પાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો ભુંડા બોલી જતા રહ્યા હતા જેથી ભોગ બનનાર ચીરાગભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.