મોરબીમાં અંડેર એજ ડ્રાઇવિંગ કરતા સગીર તથા સ્કૂલ વાન ઉપર પોલીસે કાર્યવાહી હાથ ધરી
મોરબી જીલ્લામાં “અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” યોજી મોરબી પોલીસે કડક કાર્યવાહી કર હતી જેમાં સગીર વયના ૧૯ બાળકોના વાલી પર કેશ કરાયો, ૧૪ સ્કૂલ વાન ડીટેઈન કરાઈ હતી.
મોરબી જીલ્લામાં ત્રણ દિવસ માટે “અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ/ફાયર એક્સટિંગ્વિશર/લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લધંન કરતા સ્કુલ વાન વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ અને અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોને મોટર વાહનનો માલીક કે તેનો ચાર્જ ધરાવનાર વિરૂધ્ધ કાર્યવાહી આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
આ સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન કુલ-708 સ્કુલ વાન ચેક કરવામાં આવ્યા, ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-105 સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ, ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ રૂ-48900- કરવામાં આવેલ, આ સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-14 સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવેલ, અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના વાલી ઉપર કુલ-19 કેશો કરવામાં આવેલ, તેમજ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ, શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનર તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ કરવામાં આવેલ., આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.