મોરબીમાં વેપારી સાથે ભાગીદારોએ 81 લાખથી વધુની ઠગાઈ કરી: પાંચ સામે ફરિયાદ નોંધાઈ
મોરબીના પીપળી ગામે વેપારી યુવક તથા આરોપીએ એચ.આર . કેબલ ફેક્ટરીના ભાગીદારો હોય જેથી વેપારી યુવકે પોતાના કારખાનાનો સંપૂર્ણ વહીવટ આરોપીઓને સોંપેલ હોય જે ધંધાના હિસાબમાં ગોટાળા જણાતા વેપારી યુવક અને તેની પત્ની ભાગીદારીમાથી છુટા થવા આરોપીઓને જણાવતા આરોપીઓએ વેપારી યુવક ને કારખાનાના ખોટા હિસાબો, વહીવટ તથા મશીનરી મળી કુલ. ૮૧,૪૦,૯૮૫ રૂપિયાની ઠગાઇ કરી આરોપીઓએ મેળવી લીધા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટના ૧૫૦ ફિટ રીંગ રોડ ઉપર કે.જી. ધોળકિયા સ્કૂલની બાજુમાં ઉપાસના પાર્ક આશોપાલવ ફ્લેટ નં -૩૦૧ માં રહેતા હેમેન્દ્રભાઈ હરીલાલભાઈ શીલુ (ઉ.વ.૪૨) એ આરોપી હિતેશભાઇ નથુભાઇ કૈલા રહે.૩૦૪ સત્યમ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી, સુમિતાબેન હિતેશભાઇ નથુભાઇ કૈલા રહે.૩૦૪ સત્યમ હાઇટ્સ ઉમા ટાઉન શીપ મોરબી, રવિભાઇ કાંતિલાલ ડઢાણીયા રહે. ૪૦૨ સત્યમ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી, અશ્વીનભાઇ નથુભાઇ કૈલા રહે. મોરબી, રજનીભાઇ અરજણભાઇ હેરણીયા રહે. નિકુંજ પાર્ક રવાપર રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હિતેશભાઈ તથા રવિભાઈ ફરીયાદીના એચ.આર.કેબલ ફેકટરીના ભાગીદાર હોય ફરીયાદીએ તેઓને પોતાના કારખાનાનો સંપુર્ણ હિસાબ /વહીવટ ભરોષો અને વિશ્વાસરાખી સોપેલ હતો જે ધંધાના હિશાબમા ગોટાળા જણાતા ફરીયાદી અને તેમના પત્ની ભાગીદારી માંથી છુટા થવા આરોપી હિતેશભાઈને જણાવતા આરોપી હિતેશભાઈ , સુમિતાબેન તથા રવિભાઈ તથા તેઓ સાથે આરોપી અશ્વિન તથા રજીનીભાઈએ મળી ફરીયાદી તથા ફરીયાદીના પત્નીને વિશ્વાસમાં લઇ એચ.આર.કેબલ ફેકટરીના હિસાબના રોજમેળમાં પવનસુત એન્જીનીયરીંગના ખોટા હિસાબો દર્શાવી તથા ભાગીદારી ડીડમા ન હોય તેમ છતાં બે વ્યક્તિઓને ભાગીદાર દર્શાવી તેઓને છુટ્ટા કર્યાના રૂ.૧૬,૨૫, ૦૦૦/- નો હિસાબ દર્શાવી તેમજ પેઢીના નામે આરોપીઓએ નાણાની જરૂરીયાતના બહાને બીજા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના નાણા મેળવી તે નાણાનુ રૂ.૫,૫૨,૫૦૦/- વ્યાજ ચુકવ્યાની એન્ટ્રી દર્શાવી , કારખાનાના વોચમેનને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી કારખાનાની ચાવી જબરદસ્તીથી લઇ જઇ આરોપીઓએ આઇશર નંબર GJ-14-X-7076 તથા કાર નંબર GJ-21-CA-2587 મા ફેકટરીમાં તૈયાર પડેલ રૂપીયા ૪૦,૦૦,૦૦૦/- નો માલ સામાન તથા મશીનરી ભરી લઇ જઇ તથા ફરીયાદી અને તેમના પત્ની કે જે આ પેઢીના ભાગીદાર હોય તેમના નફાના રૂપીયા ૯,૯૬,૫૪૩/- તેમજ પોતાના કારખાનાનો હિસાબ /વહીવટ તથા મશીનરી તથા તૈયાર માલ સામાન મળી કુલ રૂપીયા ૮૧,૪૦,૯૮૫/- તથા પવનસુત એન્જીનીયરીંગના ખોટા હિસાબો જે જાણવા મળેલ નથી તે રોજમેળમા ખોટી એન્ટ્રીઓ કરી દર્શાવી આ તમામ નાણા ઓળવી જઇ ફરીયાદ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
