મોરબીમાં વેપારીને ડોલરમાં રોકાણ કરવાના બહાને રૂ.1.51 કરોડનું ફ્રોડ કરનાર ગેંગના ત્રણ આરોપી ઝડપાયાં
ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં રહેતા એક વેપારી સાથે કરેલ કુલ રૂ.૧.૫૧,૦૨,૫૦૦/- નુ ફ્રોડ કરનાર ગેંગના આરોપીઓને દહેરાદુન તથા દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.
મોરબીના નૈમિશભાઇ કનૈયાલાલ પંડિત નામના વેપારીને મોબાઇલમાં ફેસબુક મેસેંજર દ્વારા યુ.એસ.ડી.ટી.માં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્વારા વ્હોટસએપ નંબર તથા કસ્ટમર કેર થી ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવા બાબતે ટેલીફોનીક વાતચીત કરી તેમજ ઓનલાઇન https://m.coinex vipl.com વેબસાઇટમાં એકાઉન્ટ ઓપન કરાવી યુ.એસ.ડી.ટી. ના ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે આરોપીઓ દ્રારા અલગ-અલગ એકાઉન્ટમાં કુલ રૂ. ૧,૫૧,૦૨,૫૦૦/- ડીપોઝીટ કરાવી ઓનલાઇન ફ્રોડ આચર્યું હતુ, જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ગુન્હો નોંધવામાં આવેલ હતો.
આ બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફ્રોડ કરવામાં ઉપયોગમાં લેવાયેલ વિવીધ બેંક ટ્રાન્ઝેકશનોને એનેલાઇઝ કરતા થયેલ ટ્રાન્ઝેકશનોની વિગતો જોતા આ ટ્રાંઝેક્શન માટે ઉતરાખંડ રાજયના દેહરાદુન શહેર ખાતે આવેલ આઈ.ડી.એફ.સી બેંકનું એકાઉન્ટ ઉપયોગ થયેલ હોવાનુ જાણવા મળેલ જેના આધારે જે એકાઉન્ટ ધારક તથા તે એકાઉન્ટને કોણ ઓપરેટ કરે છે તે બાબતે તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટ સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવા માટે બેન્ક એકાઉન્ટની કીટ દહેરાદુન ખાતેથી દિલ્હી મોકલવામાં આવેલ ત્યાથી આ બેન્ક એકાઉન્ટની કીટ મુખ્ય સુત્રધાર સુધી પહોંચાડવામાં આવતી હોવાનું અને બાદમાં આ એકાઉન્ટનો ઉપયોગ કરી ફોડ કરવામાં આવતુ હતું જે બાબતે મોરબી જીલ્લા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા ઉંડાણપુર્વક તપાસ કરી ઉતરાખંડ રાજયના દહેરાદન ખાતેથી ખાતેથી ૦૨(બે) આરોપીઓ તથા દિલ્હી ખાતેથી ૦૧(એક) મળી કુલ ત્રણ આરોપી ગીત ગુરજીતસીંગ ગરેવાલ. (ઉ.વ.૩૧) રહે. ફલેટ નં.૦૧ ટેલીફોન એકસચેન્જ, SBI કોલોની સહારનપુર, ઉતરપ્રદેશ તથા વિકાસ જગદીશપ્રસાદ પંચાલ (ઉ.વ.૪૦) રહે. શીવવીહાર કોલોની મકાન નં-૭ સહારનપુર, ઉતરપ્રદેશ તથા ગૌરવ ઇન્સ્પેકટર સૈની (ઉ.વ.૨૯) રહે.બુધા ખેરા, લખનૌતી વ્હોલ્લા, તા.નકુર જી.સહારનપુર, ઉતરપ્રદેશવાળાને પકડી પાડવામાં આવેલ છે.
