મોરબીમાં વ્યાજખોરો બેફામ; પઠાણી ઉઘરાણી કરી યુવક પાસેથી પડાવ્યા બે બાઈક અને એક ચેક
મોરબી શહેરમાં વ્યાજખોરો પર કોઈ લગામ નથી કેમ કે વ્યાજખોરો ભય વગર મનફાવે તેને ધમકીઓ મારી ,માર મારી અપહરણ કરી પઠાણી ઉઘરાણી કરે છે અને પોલીસ જાણે દર્શક બની જોતી હોય તેવું લાગી રહ્યું છે પોલીસનો વ્યાજખોરો પર અંકુશ નથી ત્યારે મોરબીમાં વધું એક વ્યાજખોરની નો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતા યુવકને પાંચ શખ્સોએ અલગ અલગ સમયે ઉચ્ચ વ્યાજે નાણાં ધીરી યુવકે વ્યાજ સહિત મુદલ રકમ આપી હોવા છતા આરોપીએ યુવક પાસેથી બે બાઈક તેમજ ચેક લઈ પઠાણી ઉઘરાણી કરી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની એ ડીવીઝનમા ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ મહાબલી હનુમાન મંદિર સામે વૈદેહીક પ્લાઝા વાળી શેરી અક્ષર એપાર્ટમેન્ટ ચોથા માળે બ્લોક નં -૪૦૧ મા રહેતા અને મીસ્ત્રી કામ કરતા જગદીશભાઇ કીર્તીભાઈ ગજ્જર (ઉ.વ.૩૯) એ આરોપી રાજુભાઈ ડાંગર રહે.મોરબી રાજબેન્ક વાળી શેરીમો, ભાવેશભાઈ છબીલભાઇ વધાડીયા મિસ્ત્રી રહે. મોરબી, પારસ ઉર્ફે ભોલુ મુકેશભાઇ જારીયા રહે. મોરબી રવાપર ધુનડા રોડ, કિશનભાઈ મનુભા લાંબા રહે.મોરબી વજેપર તથા ભરતભાઈ કાનાભાઈ ચાવડા રહે. રવાપર સદગુરૂ સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં ધીરી ફરીયાદી પાસેથી આરોપીઓએ ચેક તેમજ બાઈક બળજબરી પૂર્વક લઈ ફરીયાદીએ વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતાં બળજબરી પૂર્વક આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.