Tuesday, July 15, 2025

મોરબીમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં વ્યાજખોરીનુ દુષણ કેન્સરની જેમ ધીમેધીમે પ્રસરી રહ્યું છે વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે મોરબીમાં યુવકને આરોપીએ ઉંચા વ્યાજે નાણાં ધીરી યુવક પાસેથી કોરા ચેક લઈ આરોપીએ યુવક પાસે વ્યાજે વધું રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ ઓડીશાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર શાંતીવન સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ગોબર્ધનભાઈ પેન્થોઈ (ઉ.વ.૨૯) એ આરોપી જયેશભાઇ વિનોદભાઈ કાનાબાર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક ફરીયાદીની સહીવાળા પાંચ કોરા ચેકો લઇ ફરીયાદી પાસે આરોપીએ વ્યાજના વધુ રૂપીયાની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ફોનમા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર