મોરબીમાં યુવકને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો 

મોરબી: મોરબીમાં આરોપીએ યુવકને રીક્ષા ઉભી રાખવા ઈશારો કરતા યુવકે રીક્ષા ઉભી ન રાખતા જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને ઢીકાપાટુનો તેમજ લાકડી વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ગોકુલનગરમા બાપા સીતારામ મઢુલી પાસે રહેતા પ્રવિણભાઇ નારણભાઈ કંઝારિયા (ઉ.વ.૩૨) એ આરોપી અર્જુન સલાટ રહે. દલવાડી સર્કલ પાસે ઝુંપડામાં મોરબી તથા સચિન દેગામા રહે. વીસીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની રીક્ષા ઉભી રાખવા બાબતે ઇસારો કરતા ફરીયાદીએ પોતાની રિક્ષા ઉભી ન રાખતા જેનો ખાર રાખી બંને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો તેમજ લાકડી વડે મારમારી મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img